Connect Gujarat
ગુજરાત

“તાનારીરી મહોત્સવ” : વડનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત અને પુણેના સંગીતજ્ઞોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા...

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો.

X

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કંકણા બેનરજી અને ગુજરાતના મોનિકા શાહ અને વર્ષ 2023નો તાનારીરી એવોર્ડ આરતી અંકલિકરને આપવામાં આવ્યો હતો.

ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની ઐતિહાસિક ભૂમિમાં તાનારીરી મહોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્યભરમાંથી તાનારીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો અને સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે. તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને PM નરેન્દ્ર મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે. ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-2010માં તાનારીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી. આ પરંપરામાં આજે વર્ષ 2022નો એવોર્ડ કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ 2023 માટે આરતી અંકલિકરને તાનારીરી સન્માન એવોર્ડ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર આલોકકુમાર પાંડે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી મુળુ બેરા, મહેસાણાના સાંસદ શારદા પટેલ, ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલ, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જાણીતા કલાકાર અનુપમા ભાગવત અને વિદુષી વર્મા સહિત આમંત્રિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story