/connect-gujarat/media/post_banners/0e58226798430034af7d3c624df0212e54b75e825faaee708916c11fecd79e0d.jpg)
તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં નોકરી વાંચ્છુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો.
તાપી જિલ્લાના વ્યારા શહેરના ટાઉન હોલમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ અને જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના અલગ અલગ તાલુકાના નોકરી વાંચ્છુક યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં નોકરીવાંચ્છુકોને પ્રમાણપત્ર આપી પાકી નોકરી આપવામાં આવી હતી. શ્રમ મંત્રી કુંવરજી હળપતિએ ચાલુ બજેટમાં તાપી જિલ્લામાં શ્રમિકોને 5 રૂપિયાનું ભોજન અને બાંધકામ ચાલતા હોઈ ત્યાં 5 કિલોમીટરની અંદર રહેવાની વ્યવસ્થા થાય તેવું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.