/connect-gujarat/media/post_banners/a07e749ce836d8f4db062acff6eeb97965a2b5b58674cc7cc19f2d28ec8416bb.jpg)
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામે લાકડાના પૈસાની ભાગબટાઈના કારણે 50 વર્ષીય આધેડની કૌટુંબિક દોહિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીને સેલવાસ નજીકથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામે 50 વર્ષીય આધેડ ઇલેશ ગામીતના ઘર નજીકથી લાકડા કપવામાં આવ્યા હતા, ત્યારે લાકડાના પૈસાનો ભાગ કૌટુંબિક દોહિત્રએ માંગ્યો હતો. પરંતુ પૈસા નહીં આપવામાં આવતા એની અદાવત રાખી આરોપી દોહિત્રએ ઇલેશ ગામીતને માથાના ભાગે લાકડાના સપાટા અને તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોચી જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મેહુલ ગામીત ફરાર થઇ ગયો હતો, ત્યારે પોલીસે સેલવાસ નજીકથી આરોપી મેહુલ ગામીતને હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતા લાકડાના પૈસાની ભાગબટાઈમાં હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.