તાપી : આદિવાસી ખેડૂતોની અનોખી પરંપરા, કાવલા ગામે કંસરી માતાને ધરાવાય છે પહેલો પાક.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે આદિવાસી સમાજના ખેડૂતોની આસ્થાની કુળદેવી એવા કંસરી માતાનું મંદિર આવેલું છે

તાપી : આદિવાસી ખેડૂતોની અનોખી પરંપરા, કાવલા ગામે કંસરી માતાને ધરાવાય છે પહેલો પાક.
New Update

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે આદિવાસી સમાજના ખેડૂતોની આસ્થાની કુળદેવી એવા કંસરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં સમસ્ત આદિવાસી ખેડૂતો ખેતીમાં ઉત્પન્ન થયેલ પાક સૌપ્રથમ દેવીને અર્પણ કરી પોતાની વર્ષો જૂની પરંપરાને બખૂબી નિભાવી રહ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે તાપી જિલ્લામાં સાતપુડાની ગિરીમાળાઓના ઘટાદાર જંગલો વચ્ચે સોનગઢ તાલુકામાં કાવલા ગામ આવેલું છે, જ્યાં આદિવાસી સમાજના લોકોની કુળદેવી કંસરી માતાના પવિત્રધામ ખાતે વર્ષો જૂની પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત રહી છે. અહીંના આદિવાસી ખેડૂતો ખૂબ જ શ્રધ્ધા-ભક્તિભાવ પૂર્વક કંસરી માતાના દર્શન, બાધા અને માનતા પુરી કરવા માટે આવે છે. કંસરી માતા એટલે અન્નપૂર્ણા માઁ. માત્ર ખેતી અને પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ ધાન્ય ડાંગર, જુવાર, શેરડી સહિત શાકભાજીનો પાક તૈયાર થાય એટલે સૌપ્રથમ કંસરી માતાને અર્પણ કરે છે. સ્થાનિક આદિવાસી લોકો ધામધૂમથી નાચગાન કરીને માતાના મંદિરે પુજા-અર્ચના કરે છે, જ્યાં સુધી કંસરી માતાને આ ધાન્ય અર્પણ નહીં થાય ત્યાં સુધી ઘરના મોભી અથવા વડીલ તે અનાજ કે, શાકભાજી આરોગતા નથી. લોકમાન્યતા એવી પણ છે કે, કંસરી માતાને ધાન્ય અર્પણ કર્યા બાદ અનાજ ઉપયોગમાં લઇએ તો ઘરમાં બરકત રહે છે, ત્યારે પોતાનો પહેલો પાક સૌપ્રથમ દેવીને અર્પણ કરી અહીના આદિવાસી ખેડૂતો વર્ષો જૂની પરંપરાને બખૂબી નિભાવી રહ્યા છે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #unique tradition #Tapi #tribal farmers #offering #Kavala village #Kansari Mata Temple
Here are a few more articles:
Read the Next Article