તાપી: તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો,હુમલાખોરોએ વાળ કાપી કપડા પણ ફાડી નાખ્યા

કારમાં આવેલ શખ્સોએ તેમને રાણીઆંબા ગામની સીમમાં આંતરીને ઢોર માર માર્યો હતો, હુમલાખોરો દ્વારા જાહેરમાં તેણીના વાળ કાપી, કપડા પણ ફાડી નાખ્યા...

New Update

સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો

મહિલા તેના પુત્ર સહિત ટોળાએ કર્યો હુમલો

હુમલાખોરોએ મહિલાના વાળ કાપી કપડા પણ ફાડી નાખ્યા

અનૈતિક સંબંધોનો આરોપ લગાવી કર્યો હુમલો

ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

તાપી જિલ્લામાં કોંગ્રેસના તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર જીવલેણ હુમલાની ઘટના બની હતીહુમલાખોરોએ મહિલાના વાળ કાપી નાખીને કપડા પણ ફાડી નાખ્યા હતા.ઈજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં વ્યારા સિવિલ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા.

તાપી જિલ્લાની સોનગઢ તાલુકા પંચાયતના ટોકરવા બેઠકના મહિલા સભ્ય તાલુકા પંચાયત પરથી મિટિંગ પુરી કરી પોતાની મોપેડ પર દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે મોટરસાયકલ અને કારમાં આવેલ શખ્સોએ તેમને રાણીઆંબા ગામની સીમમાં આંતરીને ઢોર માર માર્યો હતોહુમલાખોરો દ્વારા જાહેરમાં તેણીના વાળ કાપીકપડા પણ ફાડી નાખ્યા હતા.

આ હુમલામાં એક મહિલા તેમનો પુત્રઅન્ય બે મહિલાઓ સહિતના હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ભોગ બનનાર તાલુકા પંચાયત સભ્યએ પોલીસ નિવેદન દરમિયાન જણાવ્યું હતું.કોંગ્રેસના તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર અનૈતિક સંબંધનો આક્ષેપ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સર્જાયેલી ઘટનામાં ભોગ બનનાર મહિલાનું પોલીસ દ્વારા નિવેદન લઈ ભારતીય ન્યાય સહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે,અને એક હુમલાખોરની પોલીસે ધરપકડ કરી હતી.ઘટનાને પગલે તાપી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું.

Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.