/connect-gujarat/media/post_banners/d9a9fb52e829e5151f315a236e42946a6faec8137ee32d72acfef060265442ec.jpg)
કોરોનાકાળમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ વિભાગે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જન જાગૃતિ માટે લોક બોલીમાં ગીત તૈયાર કરાયું છે જે હાલ ધૂમ મચાવી રહ્યું છે.
કોરોનામાં પોલીસતંત્ર ગૃહ વિભાગના દિશા નિર્દેશ મુજબ લોકોને કાયદાનું પાલન કરાવે છે. કોરોના કાળમાં બીજી લહેરમાં માનવજાતે ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. લોકોમાં જાગૃતિ આવે અને કોરોના ફેલાય જ નહીં તે માટે અનેકવિધ પગલાંઓ લેવાયા છે.
તાપી જિલ્લા પોલીસ દ્વારા લોકોને સમજ આપતા જાગૃતિ વીડિયો સ્થાનિક ભાષાઓમાં બનાવી સોશિયલ મીડિયામાં મૂકાયા છે.તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજુમદારેએ જણાવ્યું હતું કે તાપીમાં પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. આદિવાસી બહુતુલ વસ્તી ધરવતા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ચૌધરી, ગામીત, વસાવા, ઢોડિયા જાતિના લોકો વિશિષ્ટ બોલી બોલતા હોય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકજાગૃતિનો સંદેશ આપવો હોય તો સ્થાનિક બોલીમાં કરવામાં આવે તો અસરકારક સાબિત થાય. આ કારણસર તાપી પોલીસે નવતર અભિગમ અપનાવ્યો. પોલીસે સ્થાનિક કલાકારોનો સંપર્ક કરી મહામારી સામે બચવા લોકગીતોની રચના તૈયાર કરાવી હતી. પોલીસના સુરક્ષાસેતુના ફંડનો ઉપયોગ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ હાથ ધર્યો.આદિવાસી વિસ્તારમાં વસતા મહત્તમ ચૌધરી અને ગામીત લોકોને તેમની બોલીમાં કોરોનાથી બચવા માટેનો સંદેશ આપતા ગીતો તૈયાર કરવામાં આવ્યા છે.
સ્થાનિક કલાકારોએ લોકબોલીમાં ગીતોની રચના કરી લોકસંગીત લોકોને પીરસતા કોરોના સામે તકેદારી રાખવા માટે આ ગીતો મારફતનો સંદેશ ઝડપથી લોકો સુધી પહોંચે અને જાગૃતિ આવે તે માટે પોલીસ વિભાગના પ્રયાસ સરાહનીય બન્યો હતો.