તાપી : જૂની પેંશન યોજનાને ફરી લાગુ કરવા માટે કર્મચારીઓએ ધારણ કરી "કાળી પટ્ટી"

ગુજરાતભરમાં વિવિધ વિભાગોના કર્મચારીઓએ જૂની પેંશન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

New Update
તાપી : જૂની પેંશન યોજનાને ફરી લાગુ કરવા માટે કર્મચારીઓએ ધારણ કરી "કાળી પટ્ટી"

તાપી જિલ્લા સેવા સદન બહાર વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા જૂની પેંશન યોજનાને ફરી લાગુ કરવાના મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં વિવિધ વિભાગોના કર્મચારીઓએ જૂની પેંશન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો, ત્યારે તાપી જિલ્લાના અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ સરકાર સામે બાયો ચઢાવી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 7 હજારથી વધુ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેંશન યોજના ફરી લાગુ થાય તે માટે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Latest Stories