તાપી : ટોલ ટેક્સમાંથી સ્થાનિકોને મુક્તિની માંગ સાથે ચક્કાજામ, ને.હા.નં.53 પર લાગી વાહનોની લાંબી કતાર

તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 

New Update
  • માંડલ ટોલનાકા પર વિરોધ પ્રદર્શન

  • સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરાઈ

  • સ્થાનિકો સાથે પૂર્વ સાંસદ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા 

  • પોલીસે આંદોલનકારીઓની કરી અટકાયત

  • નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી

Advertisment

તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. 

પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં જે જે શહેરમાં ટોલ પ્લાઝા છેત્યાંના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે કહ્યું કેસુરતના કામરેજમાંવલસાડના વાપીમાં અને ભરૂચમાં ટોલ પ્લાઝા છે, ત્યાં સ્થાનિકોને મુક્તિ અપાય છેપણ વ્યારાના ટોલ પ્લાઝામાં તાપી જિલ્લાના લોકોને ટોલ ભરવો પડે છે અને તેમને લૂંટવામાં આવે છે. આના વિરોધમાં આજે આંદોલન કરનારાઓની પોલીસે અટકાયત કરી રહી છે.

સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલનાકાનો ઘેરાવો કર્યો હતો. આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમણે ચેતવણી આપી કે જો માંગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisment
Latest Stories