/connect-gujarat/media/post_banners/6d0fb3908633dd9063353e64032f36475b423a8182f0cdf555877d8bbfc0bda2.jpg)
PM મોદી નર્મદા જિલ્લા બાદ તાપી જિલ્લાની મુલાકાતે
ગુણસદા ગામેથી PM મોદીએ કર્યું વિકાસકાર્યોનું લોકાર્પણ
આખરે ભાજપે જ આદિવાસીઓની ચિંતા કરી : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યા બાદ તાપી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં વ્યારા તાલુકાના ગુણસદા ગામેથી PM મોદીએ વિશાળ સભાને સંબોધી હતી. આ સાથે જ PMમે જનલોકાર્થે રૂ. 2200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાના સુધારાની સહિત સંપર્ક વિહોણા રસ્તાના નિર્માણ માટે પણ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. ઉપરાંત PMએ તાપી અને નર્મદા જિલ્લામાં રૂ. 300 કરોડથી વધુના પાણી પુરવઠા પ્રોજેક્ટનો પણ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા કહ્યું હતું કે, એકબાજુ કોંગ્રેસ અને બીજી બાજુ ભાજપની સરકાર છે, જોઈ લો. પહેલાની સરકારને તમારી નહીં માત્ર મતની ચિંતા હતી. કોંગ્રેસના નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે, રાજકીય લાભ માટે આદિવાસીઓની મજાક ઉડાવી છે, જ્યારે ભાજપની સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે. આ સાથે જ હવે આદિવાસી સમાજની દીકરીઓેને પ્રગતિ કરવાની તક મળી હોવાનું પણ વડાપ્રધાને વ્યારાના ગુણસદા ગામે સંબોધેલી વિશાળ સભામાં કહ્યું હતું.