તાપી : ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો મહારાષ્ટ્ર બોર્ડર પર જપ્ત, 6 લોકોની ધરપકડ...

તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા પાસેથી ઝડપી 3 પરપ્રાંતીય ઇસમોનની અટકાયત કરી હતી

તાપી : ઓરિસ્સાથી અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો મહારાષ્ટ્ર બોર્ડર પર જપ્ત, 6 લોકોની ધરપકડ...
New Update

તાપીના જિલ્લાના એસઓજી અને સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન દરમ્યાન તાપી જિલ્લાના ઉચ્છલના બેડકી નાકા નજીકથી બાતમીના આધારે અંદાજે 573 કિલો ગાંજાનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની પેરવી કરતા ટ્રક સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી અમદાવાદ તરફ લઇ જવાઈ રહ્યો હતો.

જેની પૂર્વ બાતમી સુરત અને તાપી જિલ્લાની પોલીસ ટીમને મળતા 573 કિલોના ગાંજાના જથ્થા સાથે પંજાબ પાસિંગની ટ્રકને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તાપીના ઉચ્છલ નજીક બેડકી નાકા પાસેથી ઝડપી 3 પરપ્રાંતીય ઇસમોનની અટકાયત કરી હતી. તો બીજી તરફ, આ ત્રણેયની ઈસમોની પૂછપરછ દરમ્યાન ગાંજો કોણે મોકલ્યો હતો, અને કોને પહોચાડવાનો હતો, જેની માહિતી મેળવી અન્ય 3 ઇસમોને પણ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ તાપી અને સુરત પોલીસને નશાના કાળા કારોબારનો પર્દાફાશને ઉજાગર કરી આવા તત્વોને ડામવામાં મોટી સફળતા હાથ લાગી છે.

#ગાંજો #Tapi #Tapi Police #ConnectGujarata #ગાંજાનો જથ્થો #Tapi News #Marijauna
Here are a few more articles:
Read the Next Article