તાપી : વ્યારામાં ચાંપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં ખાબકતા કરાયું રેસ્ક્યુ,ફાયર વિભાગે મહિલાનો બચાવ્યો જીવ

વૃધ્ધાને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી,ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી

New Update
  • ચાંપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં ખાબકી

  • મહિલા બોરવેલમાં પડી જતા મચી દોડધામ 

  • ફાયર બ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ

  • ભારે જહેમત બાદ મહિલાને બોરવેલમાંથી કઢાઈ બહાર

  • મહિલા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામમાં એક વૃદ્ધ મહિલા ખુલ્લા બોરવેલમાં ખાબકી હતી,જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.જોકે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામની વૃદ્ધ મહિલા સુમીબેન ગામીત અકસ્માતે ખુલ્લા બોરવેલમાં ખાબકી ગયા હતા.

જે અંગે જાણ ગ્રામજનોને થતા લોકટોળા ભેગા થઇ ગયા હતા,અને સુમીબેનને બોરવેલમાંથી હેમખેમ બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી,ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી,હાલ સુમીબેનને સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી,જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.  

Latest Stories