/connect-gujarat/media/post_banners/c4a511279b494709a4db4a43cf36d68e2ea17307eff5aa43013d37625782b35e.jpg)
તાપી જિલ્લાના ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા વિકાસથી વંચિત લોકો નદીમાંથી એક સાથે 2 નનામી લઈ જવા માટે મજબૂર બન્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગતરોજ તાપી જિલ્લાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા પિતા અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે બન્ને મૃતદેહોની અંતિમ વિધિ નદીના સામે કિનારે આવેલ સ્મશાનમાં કરવાની હોવાથી નનામી લઈ ગ્રામજનો નદીના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા હતા. અંતિમ સંસ્કાર માટે એક સાથે બાપ-દીકરીની નનામીની સ્મશાન યાત્રા નદીમાંથી પસાર થતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આસરે 500થી વધુ લોકોની વસ્તી ધરાવતા હળપતિ ફળિયાને ચોમાસા દરમ્યાન ભારે હાલાકી તો વેઠવી જ પડે છે, ત્યારે સફેદ નદી પરનો પુલ બનાવવા અંગે વર્ષો જૂની માંગ પૂર્ણ નહીં થતાં દયનીય પરિસ્થિતીનું સર્જન થયું છે. ગ્રામજનો નદીના પાણીમાંથી નનામી ઊંચકી લઈ જતા વિકાસના વળવા દ્રશ્યો સામે આવ્યા હતા.