Connect Gujarat
ગુજરાત

તાપી : આદિવાસી મહિલાને પદ્મશ્રીથી સન્માનીત કરાય, સ્વચ્છતા ક્ષેત્રે મહિલાએ કરી બતાવ્યુ ઉત્કૃષ્ટ કાર્ય...

તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

X

તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ આદિવાસી મહિલાએ પોતાના ગામને સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવા કમર કસી સરકારના મિશન મંગલમ કાર્યક્રમ અંતર્ગત ગામમાં 100 ટકા શૌચાલયો બનાવી સ્વ્ચ્છતા ક્ષેત્રે ગામને એક નવી રાહ બતાવી છે. જે બદલ આ આદિવાસી મહિલાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આદિવાસી બહુલ ધરાવતા તાપી જિલ્લાના ટાપરવાળા ગામની એક આદિવાસી મહિલા રમીલા ગામીતે તેમના ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રે સારી કામગીરી કરી બતાવી છે. ગત વર્ષ 2017ની 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ મહિલા દિનની ઉજવણીમાં ભારત દેશની 10 જેટલી મહિલાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહિલાનો અભ્યાસ ધોરણ 10 સુધીનો છે, અને સાથે આ આદિવાસી મહિલા દ્વારા તેમના વિસ્તારમાં લોક કલ્યાણની ગાથા અવિરત ચાલુ રાખી છે, અને પોતાના અથાગ પ્રયત્નો થકી આદિવાસીઓનું ભલું થાય તે દિશામાં કામગીરી બદલ આ મહિલાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Next Story