/connect-gujarat/media/post_banners/b7ff9bdfca4e46fed03b6592457c03985d2d1b72861540934806a8d0cd6bfd29.jpg)
તાપી જિલ્લામાં હત્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ પત્નીના ઝઘડામાં ઉશ્કેરાયેલ પત્નીએ પતિની ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચકચારી ઘટના વ્યારા તાલુકાના વીરપુર ગામની છે કે જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ જીવ ખોયો છે.પતિ દ્વારા પત્નીને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેન લઈને પત્નીએ પોતાના પતિને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી જેની ફરિયાદ ગામના સરપંચે વ્યારા પોલીસને કરતા પોલીસે આરોપી પત્નીની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં જેલ ભેગી કરી દીધી છે. વીરપુર ગામે રહેતા મહેશ ગામીતને તેની પત્ની શર્મિલા જોડે વારંવાર ઝઘડા થયા કરતા હતા અને મહેશભાઈ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગત 18મી જુને પણ આજ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલ પત્નીએ પતિની ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. પ્રથમ વાર પત્ની દ્વારા પોલીસને પતિએ જાતે જ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસની કડક તપાસમાં હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે આરોપી પત્નીની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.