Connect Gujarat
ગુજરાત

શિક્ષક દિન વિશેષ : હિંમતનગર તાલુકાનું હડિયોલ ગામ ઓળખાય છે શિક્ષકોની નગરી તરીકે,જુઓ શું છે વિશેષતા

મોરના ઈંડા ચિતરવા નહી પડે તે જ રીતે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં ૭૫૦ કરતા વધુ શિક્ષકો રાજ્યના અલગ અલગ તાલુકામાં બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે

X

મોરના ઈંડા ચિતરવા નહી પડે તે જ રીતે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં ૭૫૦ કરતા વધુ શિક્ષકો રાજ્યના અલગ અલગ તાલુકામાં બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે તો ૨૫૦ રિટાયર્ડ શિક્ષકોએ હજારો બાળકોના ભાવિનું ઘડતર કર્યું છે.

રાજ્યમાં શિક્ષકોની જ્યારે જ્યારે પણ વાત આવતી હોય ત્યારે હીમતનગરના હડીયોલ ગામને ચોક્કસપણે યાદ કરવામાં આવતું હોય છે કેમકે હડિયોલ ગામ એ શિક્ષણની નગરી તરીકે ઓળખવામાં આવે છે હડિયોલ ગામે ૧૮૦૦ના દાયકાથી લઈ અત્યાર સુધી સૌથી વધુ શિક્ષકો રાજ્યના બાળકોના ભાવિ માટે આપ્યા છે.ગામમાં હાલ પણ ૭૫૦ કરતા વધુ શિક્ષકો રાજ્યની અલગ અલગ શાળાઓમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગામમાં ૨૫૦ જેટલા રીટાયર્ડ શિક્ષકો પણ હાલ શિક્ષણ કાર્ય માટે કાર્યરત છે જ્યારે જ્યારે પણ શિક્ષણને લગતી જરૂરિયાત જણાય ત્યારે આ તમામ રિટાયર્ડ શિક્ષકો આજે પણ સેવા આપતા આવ્યા છે.

અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ શિક્ષકો ધરાવતા આ ગામની મુલાકાત લેતા સામે આવ્યું કે સૌથી વધુ શિક્ષકો મળવા પાછળનું કારણ કન્યા કેળવણી હતું ગામમાં વિશ્વમ મંગલમ અનિરા સંસ્થાની સ્થાપના થયા બાદ પીટીસી કોલેજ મંજૂર થઈ હતી જેમાં સૌથી વધુ મહિલાઓ પીટીસી કોલેજમાં જોડાઈ હતી જેને લઈને કન્યા કેળવણી હતી.શિક્ષક તરીકેની નોકરી મેળવી હતી અને બાદમાં પુરુષોએ પણ શિક્ષક બનવાનું મન બનાવ્યું હતું કેમ કે સામાજિક કારણોસર આ ગામમાં શિક્ષક યુવકને શિક્ષક કન્યા મળતી હતી જેને લઈને આજે આ ગામોમાં ૭૫૦ જેટલા શિક્ષક અને ૨૫૦ કરતાં વધુ રીટાયર્ડ શિક્ષકો જોવા મળી રહ્યા છે.

Next Story