ગુજરાત રાજ્યમાં તાપમાન’માં વધારો, આગામી 5 દિવસ યથાવત્ રહેશે ગરમીભર્યું વાતાવરણ...

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.

New Update
  • ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો

  • આગાહીકારોના અનુમાન અનુસાર વાતાવરણમાં ઉકળાટ

  • ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનોમાં વધારો

  • આગામી 5 દિવસ ગરમી યથાવત : હવામાન વિભાગ

  • ગુજરાતવાસીઓએ ગરમીનો અનુભવ કરવો પડશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફહવામાન વિભાગના અનુમાન અનુસારરાજ્યમાં આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેશે.

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં વધારો થવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનંિ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. તથા મહત્તમ તાપમાન પણ કેટલા જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. જોકેહવામાન વિભાગની આગાહી મુજબહજુ પણ આગામી 5 દિવસ ગરમીભર્યું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

હાલ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહિવત છેતેથી ગુજરાતવાસીઓએ ગરમીનો અનુભવ કરવો પડશે. ગુજરાતના ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છેજેના કારણે રાજસ્થાન તરફના મેદાની પ્રદેશની ગરમ હવા ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે તાપમાન સતત વધી રહ્યું છે.

Latest Stories