દ્વારકા : વરવાળા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને ફાયર સેફટી સહિતના નિયમોના ભંગ બદલ સીલ મારતું તંત્ર

દરિયા કિનારે આવેલી ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.

New Update
  • વરવાળા બીચ પર હોટલ કરાઈ સીલ

  • સ્કાય કમ્ફર્ટ હોટલને સીલ મારતું તંત્ર

  • ફાયર સેફટી સહિતના નિયમો કર્યો હતો ભંગ

  • રહેણાંકની મંજૂરી મેળવીને કર્યો વ્યાવસાયિક ઉપયોગ

  • તંત્રની કાર્યવાહીથી નિયમ ભંગ કરતા તત્વોમાં ફફડાટ 

દ્વારકા નજીક વરવાળા ગામના દરિયા કિનારે આવેલી ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દ્વારકાના એસડીએમ અમોલ આવટેના આદેશ મુજબદ્વારકા તાલુકા વિકાસ અધિકારીમામલતદાર અને વરવાળા ગામના સરપંચની હાજરીમાં ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને સીલ કરવામાં આવી હતી.થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું કેહોટલમાં ફાયર સેફ્ટીની આવશ્યક સુવિધાઓનો અભાવ છે. વધુમાંકોસ્ટલ રેગ્યુલેશન ઝોનના કાયદા અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. હોટલની બાંધકામ મંજૂરી માત્ર રહેણાંક હેતુ માટે હતીપરંતુ તેનો વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.તંત્રની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Stories