શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર
કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ
ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું
310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી
પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું
અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.
અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, ત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.
પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફ, વહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.