કડીથી કલકત્તા જતાં ACનો જથ્થો સીધો નવસારી ઠલવાયો, સગેવગે થયેલા AC પ્રકરણમાં 2 શખ્સોની ધરપકડ...

નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

કડીથી કલકત્તા જતાં ACનો જથ્થો સીધો નવસારી ઠલવાયો, સગેવગે થયેલા AC પ્રકરણમાં 2 શખ્સોની ધરપકડ...
New Update

કડીથી કલકત્તા નીકળેલા ACના જથ્થા સાથે ટ્રક ચાલક સીધો નવસારી આવી પહોચી શહેરના વિરાવળ વિસ્તાર નજીક તે જથ્થો ઉતારી સગેવગે કરવામાં આવ્યો હતો. ટ્રકમાં લાગેલ GPSની મદદથી ટ્રક માલિકને ટ્રક નવસારીમાં છેલ્લા 5 કલાકથી ઉભો રહેવાની જાણ થતા તરત નવસારી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો, અને કંઈક ખોટું થયું હોય એની ફરિયાદ આપી હતી. જે અંગે નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પહેલા એક આરોપીની ધરપકડ કરી અન્ય એકની શોધખોળ શરૂ કરી હતી.

તો બીજી તરફ, નવસારીના એક ACના વ્યાપારીને ત્યાં મોટા પ્રમાણમાં ACનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. પોલીસે સગેવગે થયેલા 364 પૈકી 180 AC યુનિટ રિકવર કર્યા હતા, જ્યારે અન્ય જથ્થો સુરતમાં રહેલા અન્ય એક વ્યક્તિ પાસે હોવાનો પોલીસને શક છે. જે આધારે ટીમ બનાવી ગ્રામ્ય પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલાને લઈને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, અને અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

#AC case #Kadi #directly #transferred #AC #Kolkata #Navsari #arrested
Here are a few more articles:
Read the Next Article