New Update
સુરેન્દ્રનગરના તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાન, ચોટીલા, મૂળી એ વિસ્તાર "પાંચાળ" ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ જોવા મળે છે. કિંવદંતી અનુસાર, પાંડવો આ ભૂમિ પર આવેલા. દ્રોપદી અર્થાત પાંચાલીના નામ પરથી આ પ્રદેશ "પાંચાળ" કહેવાયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. અર્જુને મત્સ્યવેધ અહીં કરેલો. આ વિસ્તારમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી અને માલધારી સમાજમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, બટનિયાં, આભલાં, પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ જગ્યાએથી પાઘડીઓ અને છત્રીઓ બનાવીને મોકલવામાં આવે છે. તે પછી સૌરાષ્ટ્રના કોઈપણ ગામ કે શહેરમાં, કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનમાં આવેલી ભાયાભાઈની દુકાનની જ પાઘડીઓ હોય છે. પેઢી દર પેઢી લુપ્ત થતી આ કલાનો વારસો ભાયાભાઈનું કુટુંબ સાચવતું આવ્યુ છે. હાલ અમિતભાઈ દરજી આ વારસો આગળ ધપાવી રહ્યા છે.આ અંગે અમિતભાઈ જણાવે છે કે, મારા પિતા ભાયાભાઈના વારસાને આગળ વધારવા માટે હું આજે પણ આ વ્યવસાય કરી રહ્યો છું. તેઓ પાસે રૂપિયા ૫૦૦ થી લઈને ૨૦૦૦ સુધીની પાઘડીઓ હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ તરણેતરના મેળા માટે અમે ૩૫૦ મીટર કાપડમાંથી મોટી છત્રી બનાવી છે. દિવસ રાત મહેનત કરી ૨૫ થી ૩૦ દિવસમાં આ છત્રીઓ તૈયાર કરી છે.
Latest Stories