ગીર સોમનાથ : શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શિવભક્તો શિવમય બન્યા

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું  હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા  માટે લાઈન લગાવી હતી.

New Update

શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું  હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા  માટે લાઈન લગાવી હતી.હર હર મહાદેવના ગગન ચુંબી નાદ સાથે સમગ્ર પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું હતું. 

શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ  ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે.વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 04 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે ૩૦ દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.

વધુમાં સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

#CGNews #Somnath Mahadev #Holy month Shravan #Gujarat #Worship #Shravan
Here are a few more articles:
Read the Next Article