હાલ ચોમાસાની ઋતુમાં પાવાગઢ મંદિરના એક આહલાદક દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુમાં વાદળછાંયા વાતાવરણમાં મંદિરમાં ઉભા હોય ત્યારે જાણે વાદળો અડી જાય તેવો અહેસાસ થાય છે. ત્યારે વાદળછાંયા વાતાવરણમાં માના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. સૌ કોઇ આ કુદરતી નજારો નિહાળવા માટે મંદિરમાં જઇને ધન્યતા અનુભવી રહ્યા છે. આ આહલાદક નજારો જોતા જ લાગે કે જાણે વાદળો વચ્ચે મંદિર ઢંકાય ગયુ છે.
ત્યારે પહેલા કરતા પણ હવે ભક્તો મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લેવા આવી રહ્યા છે. એમાંય આ વખતે પાવાગઢ મંદિરનાં નવ નિર્માણથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સૌ કોઇ કુદરતી નજારો નિહાળવા માટે જઇ રહ્યા છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા ત્યારે 500 વર્ષ બાદ વડાપ્રધાન મોદી હસ્તે પાવાગઢ મહાકાલી મંદિર શિખર પર ધ્વજ રોહણ કર્યુ હતુ. પુન વિકસિત કરાયેલા પાવાગઢ મહાકાળી મંદિરનું લોકાર્પણ કર્યુ હતુ આ સાથે જ યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યું હતું.