નવસારીના એંધલગામથી સમાજના કલ્યાણ માટે નિકળેલ સાઇકલ યાત્રાના ભરૂચના જૂના તવરા પહોંચી

નવસારીના એંધલ ગામથી નીકળેલ સાયકલ પ્રવાસે નરેશભાઈ આહીર જૂના તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.

New Update
નવસારીના એંધલગામથી સમાજના કલ્યાણ માટે નિકળેલ સાઇકલ યાત્રાના ભરૂચના જૂના તવરા પહોંચી

નવસારી જીલ્લાના એંધલ ગામ થી નીકળેલ સાયકલ પ્રવાસે નરેશભાઈ આહીર જૂના તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું.

નવસારી જિલ્લાના એંધલ ગામના નરેશ આહિર છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર સાયકલ પ્રવાસ કરે છે જેવો સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના દર્શન કરી પ્રાર્થના કરી સમાજ માટે સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, સમાજના લોકો વ્યસનમુક્તિ રહે સમાજના દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સિદ્ધ પ્રાપ્ત કરે એ હેતુથી નરેશ આહિર છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસે સૌરાષ્ટ્ર નીકળતા હોય છે જેવો સૌરાષ્ટ્રના અનેક મંદિરોના દર્શન કરી માતાજી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે જેવોનો આજે સાયકલ પ્રવાસ ભરૂચ તાલુકાના જુનાતવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચ્યા હતા માતાજીની આરતી ભજન કીર્તન કરી તેઓએ તેઓનો સાયકલ પ્રવાસ આગળ વધાર્યો હતો.

જેવો છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસે નીકળે છે જેઓ દર વર્ષે પ્રથમ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરના દર્શન કરી ત્યાર બાદ તેઓ સૌરાષ્ટ્રના અનેક મંદિરો ચોટીલા, વીરપુર, સારંગપુર, ખોડલધામ, દ્વારકા, સોમનાથ સહિત વિવિધ સૌરાષ્ટ્રના મંદિરોએ સાયકલ પ્રવાસ કરી તેઓ પરત એંધલ પહોંચતા હોય છે. આહીર સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું 

Latest Stories