હલદરવા ગામ નજીક અકસ્માતમાં ભાઇ-બહેનના મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું..

ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં ભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

New Update
હલદરવા ગામ નજીક અકસ્માતમાં ભાઇ-બહેનના મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું..

વડોદરાના કરજણ તાલુકાના ને.હા.48 પરના હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક પર સવાર ભાઇ અને બહેનના કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં શરીરે જીવલેણ ઈજાઓને પગલે ભાઈનું ઘટના સ્થળે જ્યારે બહેનનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતાં વસીમ યુસુફ મન્સૂરી ઉ.વ.22 અને તેમની પરણીત બહેન સાહિસ્તાબંને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતાં હતાં. નિત્યક્રમ મુજબ બંને ભાઈ બહેન મોટર સાઇકલ લઈને ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ને.હા. નં.48 પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી.

જેને પગલે બાઈક ચાલક વસિમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મન્સૂરી ઉ.વ.24 મૂળ રહે. ચામેઠા તા. નસવાડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરા SSG ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે અકસ્માતએ મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

Latest Stories