-
ઉમરગામની શાળાના બાળકોની જોખમી સવારી
-
ખુલ્લી પીકઅપમાં સવાર થઈને શાળાએ જાય છે બાળકો
-
વિદ્યાર્થીઓની જોખમી સવારીના વિડીયો થયા વાયરલ
-
ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે વાહનોનો અભાવ
-
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ
આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવીને તપાસના આદેશ આપ્યા છે.વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો એક વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.શિક્ષણ વિભાગના નિયમો મુજબ વિદ્યાર્થીઓને માત્ર ST બસ અથવા ખાનગી બસમાં જ લઈ જવાના હોય છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરની શાળાઓ સુધી પહોંચવા માટે યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ છે.
ઉમરગામની શાળામાં બાળકો અસુરક્ષિત રીતે ખુલ્લી પિકઅપમાં જઈ રહ્યા છે. આ પ્રકારની જોખમી મુસાફરીના દ્રશ્યો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. વીડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠ્યા છે.
બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલી આ બેદરકારીને કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે.ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ ઘટના બાદ એક્શનમાં આવ્યું છે,અને તપાસના આદેશ આપ્યા છે.