Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આ સ્થળેથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો,જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

જિલ્લાની બાલાસિનોર પોલીસે ચાઇનીઝ દોરીનો રૂ. 21.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે વેપારી ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો

X

મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે ચાઇનીઝ દોરીનો રૂ. 21.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જોકે વેપારી ફરાર થઈ જવામાં સફળ નિવડ્યો હતો

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને બજારમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરી લાવી માર્કેટમાં વેચી રહ્યા છે. ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. મહિસાગરમાં પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બાલાસિનોર GIDCમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળ્યો છે.બાલાસિનોર પોલીસે બાતમીના આધારે મળી મોટી સફળતા મળી છે. બાલાસિનોર ખાતે આવેલી જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં રેડ કરતા 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે.અંદાજીત એક ટેમ્પો અને છકડો ભરાય તેટલો ચાઈના દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.12,542 નંગ ફીરકી સહિત કુલ 21,28,180 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story