છત્તીસગઢ નક્સલવાદી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ
મૂળ સિહોર તાલુકાના દેવગાણા ગામનો જવાન શહીદ થયો
શહીદ જવાનના પાર્થિવ દેહને વતન દેવગાણા ગામ લવાયો
ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય
શહીદ જવાનની અંતિમયાત્રામાં નીકળતા ગામ હિબકે ચઢ્યું
છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામનાCRPF જવાનની વતનમાં અંતિમયાત્રામાં નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામનાCRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતા, ત્યારે તેમના પાર્થિવદેહને અમદાવાદથી ભાવનગર સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો. આ દરમિયાન અમદાવાદથી વતન જતાં ઠેરઠેર તેમના પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાનની સાથે બાઈક રેલી પણ નીકળી હતી.
નક્સલવાદી હુમલામાં શહીદCRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી હતી. તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને માર્ગો પર લોકોએ તિરંગા અને“શહીદ અમર રહો”ના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદની શહાદતને વંદન કર્યા હતા.
આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય અપાય હતી. શહીદ જવાનની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. શહીદની અંતિમવિધિમાં કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુ બાંભણીયા, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, CRPFના અધિકારીઓ, ભાવનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા.