કચ્છ : ચરિયાણ જમીન પર સરકારનો ડોળો હોવાનો અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજકે કર્યો આક્ષેપ..!

કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી.

New Update

અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. ભુજ શહેર સ્થિત કચ્છ કોંગ્રેસ ભવન ખાતે આયોજિત બેઠકમાં તેઓએ કચ્છની ચરિયાણ જમીન પર સરકારનો ડોળો હોવાનો આક્ષેપ કર્યો હતો.

કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી. બેઠક દરમ્યાન લાલજી દેસાઈએ કચ્છની ચરિયાણ જમીન પર સરકારનો ડોળો હોવાનો આક્ષેપ કર્યો હતો. લાલજી દેસાઈએ જણાવ્યું હતું કેકચ્છના બન્નીની જમીન પર ચિતા પ્રોજેકટ સ્થપવાના નામે જમીન હડપ કરવામાં આવી રહી છે. બન્નીની ભેંસો જે વિશ્વમાં પ્રખ્યાત છેતે ભેંસને બચાવવાનું તો એક બાજુ પણ વન વિભાગ ઘાસના નામે ઊંડી ખાઈઓ ખોદી ભેંસોને મોતના મુખમાં ધકેલે છે.

તાજેતરમાં જ 15 ભેંસ મૃત્યુ પામી હતી. બન્નીના માલધારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં કોંગ્રેસ લડતના મંડાણ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઉપરાંત કચ્છની જમીન સોલારપવનચક્કીખાણ અને બંદરના નામે આપી દેવામાં આવી છેજે યોગ્ય નથી. આ રીતે જો જમીનો અપાશે તો જંગલોનો નાશ થશે તે એક હકીકત છે. વધુમાં તેઓએ અદાણી મુન્દ્રામાં આપેલી જમીન મુદ્દે પણ સરકાર પર આક્ષેપ સાથે આકરા પ્રહાર કર્યા હતા.

 

Latest Stories