રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરાયો

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

New Update
a

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. કરાર આધારિત મધ્યાહન ભોજન સુપરવાઇઝરના માસીક વેતન રૂપિયા ૨૫ હજાર કરવામાં આવ્યું છે. સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વધુ જણાવવામાં આવ્યુ છે કે મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઇઝરનું માસિક વેતન રૂપિયા 25000 કરવામાં આવ્યું છે. આ વધારાનો અમલ ઓક્ટોબર 2024થી કરવામાં આવશે.
 
ત્યારે આ પરિપત્ર જાહેર થતા રાજ્યના તમામ મધ્યાહન ભોજનના સુપરવાઇઝરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.તમામ સુપરવાઇઝરને 15 હજાર વેતન આપવામાં આવતું હતું.ત્યારે દિવાળી પહેલા રૂપિયા 10 હજારનો વધારો કરવામાં આવ્યો છે.
 

Latest Stories