દિવાળી પર્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવું સ્વરૂપ,આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

a
New Update

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું-નવું નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલુ હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે.જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,નર્મદા ડેમ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત તમામ પ્રવાસન સ્થળોમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે,જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવા આવે છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે.જેના કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યા છે. જો કોઇ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેસર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે માઁ નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે.ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે,જેનાથી પ્રવાસીઓને રાત્રીનો એક અલગ લાઇટિંગ વાળો નજરો જોવા મળી રહ્યો છે.લાઇટિંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
#Gujarat #CGNews #SOU #Statue of Unity #Sardar Patel #lighting
Here are a few more articles:
Read the Next Article