નવ નિયુક્ત ગુજરાત સરકાર કરશે વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ, માર્ચમાં પૂર્ણ થશે સત્ર : શંકર ચૌધરી

રાજ્યમાં નવ નિયુક્ત સરકાર રચાયા બાદ આ વર્ષે 23 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત કરવામાં આવશે.

New Update
નવ નિયુક્ત ગુજરાત સરકાર કરશે વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ, માર્ચમાં પૂર્ણ થશે સત્ર : શંકર ચૌધરી

રાજ્યમાં નવ નિયુક્ત સરકાર રચાયા બાદ આ વર્ષે 23 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત કરવામાં આવશે. જેમાં 24 ફેબ્રુઆરીએ સરકાર વિધાનસભામાં બજેટ રજૂ કરશે, ત્યારે ટૂંક સમયમાં રાજ્યપાલ તરફથી વિધાનસભા સત્રનું સત્તાવાર આહવાન કરવામાં આવશે તેવી વિધાનસભાના સ્પીકર શંકર ચોધરીએ માહિતી આપી હતી.

ગુજરાતમાં 5મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર આગામી તા. 23 ફેબ્રુઆરીએ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિધાનસભાનું સત્ર માર્ચના અંત સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચર્ચા, બજેટ પર સામાન્ય ચર્ચા અને કેટલાક વિધેયકો પણ રજૂ થશે. આ અંગે વિધાનસભાના સ્પીકર શંકર ચોધરીએ માહિતી આપી હતી કે, 156 બેઠકો સાથે જંગી બહુમતીથી ચૂંટાયેલી સરકાર હવે કરકસરના પગલા લેવા જઇ રહી છે. જેના કારણે બજેટમાં આર્થિક ભારણ ઓછું હોય તેવી નવી યોજના તૈયાર કરીને જાહેર કરવામાં આવશે. હાલની જે યોજનાઓ વધુ નાણા બોજ ધરાવે છે, તેમાં કાપ મુકવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચેરીટી એટલે કે, બિનજરૂરી સહાય અપાતી હોય તેવી યોજનાઓ બંધ કરવામાં આવી શકે છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાને અપાતી ગ્રાન્ટમાં પણ કાપ મુકવામાં આવે તેવી શક્યતાઓ પણ વિધાનસભાના સ્પીકર શંકર ચોધરીએ વ્યક્ત કરી છે.

Latest Stories