રાજ્યમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોચ્યો, નવા 475 કેસ નોંધાયા
આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. આજે વધુ નવા 475 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની નજીક પહોંચી ગયો છે. આજે વધુ નવા 475 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજે કુલ 52,721 રસીના ડોઝ અપાયા હતા.
રાજ્યમાં આજે નોંધાયેલા 475 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, ગાંધીનગર કોર્પોરેશન 9, જામનગર કોર્પોરેશન 17, મહેસાણામાં 14, નવસારી 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, કચ્છમાં 8, ભરુચ, ગાંધીનગર અને વલસાડમાં 7-7 કેસ, અમદાવાદ, રાજકોટ શહેર અને જામનગરમાં 5-5 કેસ, બનાસકાંઠા, દ્વારકા અને ખેડામાં 4-4 કેસ, આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં 3-3 કેસ, ગીરસોમનાથ, મહિસાગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 248 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,17,215 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2793 થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી...
5 Aug 2022 11:32 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT