New Update
ભરૂચમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
યુથ કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
બિસ્માર માર્ગના પ્રશ્ને ચક્કાજામનો પ્રયાસ
માર્ગોના તાત્કાલિક સમારકામની માંગ
પોલીસે કાર્યકરો-આગેવાનોની કરી અટકાયત
ભરૂચના વાગરાની વિલાયત ચોકડી ખાતે બિસ્માર માર્ગના પ્રશ્ને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતુ
ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જે બાદ ભરૂચ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી.તે સમયે અધિકારીએ દિન 7માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ માર્ગ અને મકાનના અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને આગેવાન શેરખાન પઠાણ સહિતના કાર્યકરોએ વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક દેરોલથી વિલાયત સુધી, વાલિયા-અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામત નહીં કરવામાં આવે તો ભરૂચ-અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓના તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ 18 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી
Latest Stories