કર્મ ઉપર બનેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની લોકચાહના
હિંમતનગર સબજેલના બંદીવાનો લાલો ફિલ્મ બતાવાય
ફિલ્મ લાલોના કલાકારોએ બંદીવાનોની મુલાકાત લીધી
ફિલ્મના ગીત-સંગીત પર બંદીવાનો મન મુકી ઝૂમી ઉઠ્યા
બંદીવાનોએ સારા માણસ બનવાની આશા વ્યક્ત કરી
હાલ ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ લાલો કે, જેની લોકચાહનાઓ ખૂબ વધી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સબજેલ ખાતે બંદીવાનોને લાલો ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા સબજેલમાં વિવિધ ગુન્હામાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોને હાલ થિયેટરોમાં ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ લાલો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મ ઉપર બનેલી આ ફિલ્મને નિહાળી બંદીવાન ભાઈ-બહેનો સજા કાપીને જેલમાંથી બહાર નીકળી સારા માણસ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
બીજી તરફ, સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓની ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારોએ પણ મુલાકાત લીધી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ બંદીવાનો લાલો ફિલ્મના ગીત-સંગીત પર મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા. આ અવસરે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, હિંમતનગર પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સબજેલ અધિક્ષક જે.જી.ચાવડા, દીપક થોરી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.