/connect-gujarat/media/media_files/2025/10/16/gnsnd-2025-10-16-17-26-47.png)
ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.
જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામા આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.
ભાજપ દ્વારા નો-રિપિટ થિયરીની ફોર્મ્યુલા અપનાવવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલમાં અસમંજસ ભરી સ્થિતિમાં મંત્રી પદ મળશે કે કેમ તે બાબતોએ ભારે ઉત્તેજના સભર માહોલ સર્જી દીધો છે. નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ આવતીકાલે શુક્રવારે 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.