Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આવતીકાલથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય, હવામાન વિભાગની આગાહી

1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂન થી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આવતીકાલથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય, હવામાન વિભાગની આગાહી
X

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂન થી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. હવામાન વિભાગે 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ની આગાહી કરી છે તો હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસશે મૂશળધાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે.રથયાત્રાના દિવસે વરસાદ રહેશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રામાં ભારે વરસાદનું વિઘ્ન નહીં સર્જાય. પરંતુ અમી છાંટણા થઈ શકે છે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહી શકે છે.

Next Story