ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું

ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

New Update
0
Advertisment

ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છેરાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટ માંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.

Advertisment

ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે જે ખેડૂતોનો મુખ્ય પાક જેવા કે ડાંગરસોયાબીનમગફળી જેવા પાક બગડી જતા ભારે નુકસાનનો સામનો કરવો પડ્યોતેવા ખેડૂતો માટે સહાય 1419.62 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 20  જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે. 

કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, 6 હજારથી વધુ ગામોના આશરે 7લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, 8 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમા નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલા નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલા પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસારરાહત મેળવવા માટે ખેડૂતોએ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ખેડૂતની સાતબારબેન્ક એકાઉન્ટની વિગતઅને આધાર નંબર સાથે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. 

 

Latest Stories