/connect-gujarat/media/media_files/2025/06/14/pOrJdKZd6IsUiviO1EnR.jpg)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાવિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારેએક દિવસનો રાજકીય શોકજાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત મુજબ,આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતનીતમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતેરાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16જૂન, 2025 -સોમવાર):
- સવારે11:00વાગ્યે:ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
- સવારે11:30વાગ્યે:અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
- સવારે11:30થી12:30વાગ્યે:સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
- બપોરે12:30વાગ્યે:અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
- બપોરે12:30થી2:00વાગ્યે:હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
- બપોરે2:00થી2:30વાગ્યે:રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
- બપોરે2:30થી4:00વાગ્યે:ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
- સાંજે4:00થી5:00વાગ્યે:તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
- સાંજે5:00થી6:00વાગ્યે:નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
- સાંજે6:00વાગ્યે:રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પ્રાર્થના સભાઓનું આયોજન:
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:
રાજકોટમાં પ્રાર્થના સભા
- તારીખ:17 જૂન, 2025, મંગળવાર
- સમય:સાંજે 3:00 થી 6:00 વાગ્યે
- સ્થળ:રેસકોર્સ મેદાન, રાજકોટ
ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા
- તારીખ:19 જૂન, 2025, ગુરુવાર
- સમય:સવારે 9:00 થી 12:00 વાગ્યે
- સ્થળ:હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર
ભાજપ,ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા
- તારીખ:20 જૂન, 2025, શુક્રવાર
- સમય:સાંજે 4:00 થી 6:00 વાગ્યે
- સ્થળ:કમલમ, કોબા, ગાંધીનગર