જૂનાગઢ : દિવાળીની રાત બની રક્તરંજીત,ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું સર્જાતા એક યુવકની હત્યા,5 આરોપીની ધરપકડ

જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતી, ફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ ઘટનામાં નિવૃત PSI પુત્ર સહિત 5ની પોલીસે ધરપકડ કરી હતી.

New Update
  • દિવાળીની રાતે સર્જાયું ધીંગાણું

  • દિવાળીનો પર્વ બન્યો રક્તરંજીત

  • ફટાકડા ફોડવા બાદ જીવલેણ હુમલો

  • આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું મોત

  • પોલીસે મહિલા સહિત પાંચની કરી ધરપકડ

જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતીફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ ઘટનામાં નિવૃત PSI પુત્ર સહિત 5ની પોલીસે ધરપકડ કરી હતી.

જૂનાગઢના મધુરમ બાયપાસ રોડ પર આવેલ અમુલ એપાર્ટમેન્ટ પાસે દિવાળીની રાત  રક્તરંજીત બનતા અરેરાટી પ્રસરી ગઈ હતીફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં માતાનો એકનો એક સહારાનો જીવનદીપ બુઝાયો હતોજુનાગઢમાં  જિયોમાં મેનેજર તરીકે નોકરી કરતા 27 વર્ષીય યુવક દિવ્યેશ ચુડાસમા પર એક મહિલા સહિત ત્રણથી વધુ લોકોએ પાઈપધોકા અને લાકડી ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુંમૃતક યુવાન દિવ્યેશ ચુડાસમાએ અગાઉ એક ભાઈને ગુમાવ્યા બાદ આઘાતમાં રહેલ પિતાનું પણ નિધન થતાં એકલા રહેતા દિવ્યેશનાં વૃદ્ધ માતા પર આભ ફાટી તૂટી પડ્યું હતું.

મૃતકની માતા પુષ્પાબેન ચુડાસમાની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી ગણતરીની મિનિટોમાં જ આ હત્યાને અંજામ આપનાર પાંચ આરોપીઓ કેવલ જોશી (નિવૃત્ત PSIના પુત્ર),રાજ હુણરામસી બારડ,રામભાઇ બારડ,જયશ્રી બારડ (રામભાઈના પત્ની)ની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories