કચ્છ જિલ્લાને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે રૂપિયા 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1નાં કામો માટે રૂપિયા 4369 કરોડનાં કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલ છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલો મીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા લિંકનું આયોજન કરાયું છે. આ કામો હાથ ધરવા ના પરિણામે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહીં પરંતુ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળ થી સિંચાઈ થઈ શકશે.
કચ્છ જિલ્લાને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી
CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે રૂપિયા 4,369 કરોડના ફેઝ એકના કામની મંજૂરી આપી છે.
New Update