ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો છે.આમ ફરીવાર ઠંડી ની અસર જોવા મળી છે.રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 13 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન સતત ફુંકાઈ રહેલા ઠંડા પવનથી ઠંડીમાં વધારો થયો હતો. આગામી 3થી 5 દિવસો દરમિયાન ઠંડા પવનના જોર યથાવત રહેતા અમદાવાદ માં ઠંડીનો પારો હજુ 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે.ઠંડા પવનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરનું લઘુતમ તાપમાન ગગડીને 6થી 15.0 ડિગ્રી વચ્ચે અને મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી ગગડીને 24થી 29 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 29.5 ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું. નલિયા બાદ ડીસા, ગાંધીનગર, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ક્રમશ ઠંડીનું પ્રમાણ વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમા હજુ પણ પડશે હાડ થીજવતી ઠંડી,તાપમાન 10 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન
હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
New Update
Latest Stories