ગુજરાતની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. જેથી હવે આગામી સમયમાં ગુજરાતની 32 જિલ્લા કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે, તેમ પણ અમુક નિયમો જેમ કે, જીવંત પ્રસારણમાં જાતીય સતામણી, પોક્સોના કેસ બાકાત રહેશે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. હાઇકોર્ટ જીવંત પ્રસારણની એક ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. જેને લઈ હવે આગામી દિવસોમાં 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે, જીવંત પ્રસારણ કોઇ વ્યક્તિ કે, મીડિયા પ્રસારણ નહી કરી શકે. પ્રાથમિક વિગતો મુજબ હાઇકોર્ટે જીવંત પ્રસારણની એક પ્રોસીજર તૈયાર કરી છે. જેથી નજીકના દિવસોમાં હવે કોર્ટની કાર્યવાહી જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે, તેમાં જાતીય સતામણી, પોક્સો કેસ જીવંત પ્રસારણમાંથી બાકાત રખાયા છે.