વિશ્વની સૌથી મોટી કેરી “નૂરજહાં” અને સૌથી મોંઘી “જાપાનીઝ” કેરી અરવલ્લીના ખેતરમાં ખીલી ઉઠી, શિક્ષક ખેડૂતની મહેનત રંગ લાવી...

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

New Update
  • ધનસુરા તાલુકાના શિકા ગામના પ્રગતિશીલ શિક્ષક ખેડૂત

  • વિજ્ઞાનના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે કરી બતાવી ખેતી

  • દોઢ વીઘા જમીનમાં 400 ઉપરાંત કેરીના છોડનું વાવેતર

  • કેરીના 35 જાતના છોડ વાવી સૌકોઈને અચંબામાં મુકી દીધા

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા

કેરીનું નામ સામે આવે એટલે સૌના મોઢામાં પાણી આવી જાય છેત્યારે અરવલ્લી જિલ્લાના વિજ્ઞાન વિષયના શિક્ષકે વૈજ્ઞાનિક અભિગમ સાથે દોઢ વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવીને સૌ કોઈને અચંબામાં મુકી દીધા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના ખેતરમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંતવિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે.

આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે. તેમણે કલમ (Grafting) પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી છે. આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું છેપરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે. તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમની વ્યક્તિગત સિદ્ધિ ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ છે.

Read the Next Article

ભરૂચ : પાલેજ પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઇસમની કરી ધરપકડ,એક વોન્ટેડ

ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના

New Update
-p-Two-arrested-for-betting-on-IPL-match--p-_1743103086441
ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ  પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ દુબઇ ખાતે રમાઇ રહેલ ડેઝર્ટ વાઇપર્સ તથા દુબઇ કેપિટલ્સની વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્રારા સટ્ટા બેંટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે દરોડા પાડતા આરીફ પટેલને ઝડપી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.21,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે શહેદાજ પટેલ રહે. પાલેજને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.