/connect-gujarat/media/post_banners/f22d348efb50d65273366095751dc1d4ed5f082cbe538472485063b1f0696f2f.jpg)
સોની ટીવી પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં ગુજરાતના જામનગરનો યુવાન પહોંચતા વતનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સોની ટેલીવિઝન પર ટેલિકાસ્ટ થતા કૌન બનેગા કરોડપતિ શોમાં જામનગરનો યુવાન ધવલ નંદા હોટશીટ સુધી પહોંચ્યો હતો ત્યારે ધવલ નંદાએ અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ રમત રમી હતી અને તેમાં 12 લાખ 50 હજારની રકમ જીતી હતી આ એપિસોડમાં ધવલે અમિતાભ બચ્ચન સાથે રમત ઉપરાંત પોતાના લગ્નજીવન અને અનેકવિધ વાત કરી હતી.
સોમવારના રોજ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે વિજેતા ધવલ નંદાએ તેના પરિવાર અને પાડોશીઓ સાથે ભારે ઉત્સાહથી મોટી સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ પર આ એપિસોડ માણ્યો હતો એપિસોડમાં ધવલ નંદાની એન્ટ્રી થતાં આખો પરિવાર ખૂબ ખુશ થયો હતો અને તાળીઓ પાડી હતી