મહીસાગર : મુવાડા ગામના ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મ્હોરાની વ્યૂહરચનામાં કુશળતા હાંસિલ કરી, FIDEના રેન્કિંગમાં મેળવ્યું સ્થાન

મુવાડા ગામના છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મ્હોરાઓની વ્યૂહરચનામાં કુશળતા હાંસિલ કરી છે

New Update
  • રતુસિંહના મુવાડા ગામના છ બાળકોની સિદ્ધિ

  • આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં મેળવ્યું સ્થાન

  • ખેડૂત પરિવારના સંતાનોએ ચેસમાં કુશળતા પ્રાપ્ત કરી

  • શાળાના શિક્ષકનો વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ

  • શાળાના 14 વિદ્યાર્થીઓની DLSS યોજના હેઠળ પસંદગી 

મહીસાગર જિલ્લાના રતુસિંહના મુવાડા ગામના છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મ્હોરાઓની વ્યૂહરચનામાં કુશળતા હાંસિલ કરી છે. આ સફળતા પાછળ એક શિક્ષકની દ્રઢ ઇચ્છાશક્તિ અને બાળકોની સતત મહેનત છે.

મહીસાગર જિલ્લાના રતુસિંહના મુવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને શતરંજના ગુરુ સંદીપ ઉપાધ્યાયે એક પુસ્તકમાંથી પ્રેરણા લઈ વર્ષ 2021થી શાળાના બાળકોને ચેસ શીખવવાનું શરૂ કર્યું હતું. બાળકોની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખી સંદીપભાઈઅન્ય શિક્ષકો અને જિલ્લા રમત-ગમત વિભાગે ચેસબોર્ડ અને ઘડિયાળોની વ્યવસ્થા કરી હતી.

શાળાના બાળકોને આંતરરાષ્ટ્રીય ચેસના ખેલાડીઓના વીડિયો બતાવીને ચાલની ઊંડી સમજણ આપવામાં આવે છે. બાળકો રિસેસમાં અને રજાના દિવસોમાં પણ ઉત્સાહભેર ચેસ રમતા જોવા મળે છે. છેલ્લા ચાર વર્ષમાં આ શાળાના 14 વિદ્યાર્થીઓની DLSS યોજના હેઠળ પસંદગી થઈ છે. શાળાના વિદ્યાર્થીઓએ લગભગ 25 રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 20 જેટલી સ્પર્ધાઓમાં ટોચના ત્રણ ક્રમમાં સ્થાન મેળવ્યું છે.   

બાળકોની આ પ્રતિભા જોઈને ભારતના લોકપ્રિય ચેસ પ્લેટફોર્મ 'ચેસબેઝ ઇન્ડિયા'ની ટીમે પણ ગામની મુલાકાત લીધી હતી. બાળકોએ ચેસબેઝ ઇન્ડિયાના પઝલ ટેસ્ટમાં અદભૂત  પ્રદર્શન કર્યું હતુંજેનાથી પ્રભાવિત થઈને ચેસબેઝ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ ભારતને અહીંથી સારા ખેલાડી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Latest Stories