Connect Gujarat
ગુજરાત

ભીખાજી ઠાકોરના સાબરકાંઠા-અરવલ્લીના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા, જાણો સમગ્ર મામલો..!

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા અનિચ્છા દર્શાવાતા તેઓન સમર્થનમાં નવા ચહેરા વિરુદ્ધ 2 હજારથી વધુ સમર્થકોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે.

X

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા અનિચ્છા દર્શાવાતા તેઓન સમર્થનમાં નવા ચહેરા વિરુદ્ધ 2 હજારથી વધુ સમર્થકોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મુકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા. મેઘરજમાં હજારો સમર્થકોએ એકત્ર થઈ દેખાવો હરયો હતો. ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ 2 હજારથી વધુ કાર્યકરો રાજીનામું આપી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. સમર્થકોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો ભીખાજીનું નામ ફરીથી ઉમેદવારમાં નહીં આવે તો અમે મતદાન પણ નહીં કરીએ. તો બીજી તરફ, ભીખાજી ઠાકોરે જણાવ્યુ હતું કે, પાર્ટી જે નિર્ણય કરે તે હું કરીશ. લોકો સમર્થનમાં છે મેં તેમને વિરોધ કરવાનું નથી કહ્યુ. પરંતુ તેઓ મારા સમર્થનમાં આમ કરી રહ્યા છે. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે પ્રમાણે મેં કર્યુ છે. નામ ન આવવામાં અટકનો કોઇ વિવાદ નથી, તે ઉપજાવેલી વાત છે. લોકોનો મત છે કે, વર્ષો જૂના કાર્યકર્તા છો તો તમારે ચૂંટણી લડવી જોઇએ. લોકોમાં નવા ચહેરાને લઈને જન આક્રોશ છે.

Next Story