Connect Gujarat
ગુજરાત

ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો, રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ અપાયુ

ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

X

ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

એક તરફ દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસું અરબ સાગર સુધી પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. રાજ્યમાં બાઈપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે.દક્ષિણ અરબ સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. હવે તે ડિપ્રેશન બનીને આગળ વધશે. આગામી સમયમાં વાવાઝોડું બન્યા બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.જેના પગલે રાજ્યના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. સાયકલોન સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતાના પગલે 1 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે

Next Story