Connect Gujarat
ગુજરાત

ભુપેન્દ્ર "દાદા"નો આજે જન્મ દિવસ, જુઓ CM ભુપેન્દ્ર પટેલના જીવનના અજાણ્યા કિસ્સાઓ

ભુપેન્દ્ર પટેલની અંગત વાત કરીયે તો ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો.

X

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમનો 61 મો જન્મદિવસ ઘણી સાદગીથી ઉજવી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે દિવસનો પ્રારંભ અડાલજ ત્રિ-મંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં સીમંધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચન કર્યા હતા. રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થાના કરી હતી.

ભુપેન્દ્ર પટેલની અંગત વાત કરીયે તો ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા. આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો 'કડવાપોળના લાડકવાયા' જ કહે છે.

2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા. ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. 2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમજ એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે.

ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

Next Story