કાલે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ : સવારે 8 વાગ્યે જાહેર કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.

કાલે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ : સવારે 8 વાગ્યે જાહેર કરાશે
New Update

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે, વોટ્સએપ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.આ વર્ષે કોરોના બેચનું પરિણામ ઘટશે કે વધશે તેના પર સૌ કોઈની મીટ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને હવે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી વિદ્યાર્થીઓને પરિણામને લઈને આતુરતા હતી, જેનો હવે અંત આવ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે.

#announced #Students #BeyondJustNews #Connect Gujarat #Class 12 #result #GSEB #Gujarat #tomorrow
Here are a few more articles:
Read the Next Article