તાપી :  ઉચ્છલમાં આદિવાસી મહિલાઓએ પરંપરાગત વાંસ-કલાને આધુનિક તાલીમ દ્વારા આજીવિકાનું સશક્ત માધ્યમ બનાવ્યું

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામમાં આદિવાસી મહિલાઓએ પરંપરાગત વાંસ કલાને આધુનિક તાલીમ દ્વારા આજીવિકાનું સશક્ત માધ્યમ બનાવ્યું.....

New Update
  • વાંસ કલા આજીવિકાનું સશક્ત માધ્યમ

  • આદિવાસી મહિલાઓ બની સશક્ત

  • બજારની માંગ મુજબ આકર્ષક વસ્તુઓ બનાવી

  • આકર્ષક હોમ-ડેકોર અને ઓફિસ એસેસરીઝ તૈયાર કરી

  • કોટવાડિયા પરિવારો આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા 

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામનાં ગીરાબેન કોટવાડિયા અને અન્ય આદિવાસી મહિલાઓએ પરંપરાગત વાંસ-કલાને આધુનિક તાલીમ દ્વારા આજીવિકાનું સશક્ત માધ્યમ બનાવ્યું છે.'નવજાગૃતિ સખી મંડળઅને 'સિબાટસંસ્થાના સહયોગથી આ બહેનો હવે માત્ર ટોપલા-ટોપલી બનાવવા સુધી સીમિત નથી. તેઓ બજારની માંગ મુજબ આકર્ષક હોમ-ડેકોર અને ઓફિસ એસેસરીઝ તૈયાર કરી અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વેચાણ કરી રહી છે.

કેન્દ્ર સરકારની 'પીએમ જનમનયોજના અને મળેલા યોગ્ય પ્રોત્સાહનને કારણે કોટવાડિયા પરિવારો આજે આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે. આ સફળતાના પરિણામે તેમના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છેજેનાથી તેઓ હવે બાળકોના શિક્ષણ અને પરિવારના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવા સક્ષમ બન્યા છે.

Latest Stories